ભોજન પીરસતા નીચે ઢળી પડ્યાં હતા
તબીબે મહિલાને મૃત જાહેર કર્યાં
અમદાવાદઃ ગઇકાલે સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકને હાર્ટએટેક આવતા તેનું મોત થયું હતું. નવરાત્રી બાદ આ યુવક લંડન જવાનો હતો. બીજી તરફ આજે અમદાવાદની એક ગુજરાતી શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વખતે મહિલા અચાનક ઢળી પડ્યાં હતા. સ્કૂલના સ્ટાફે તરત જ 108 ઈમજરન્સીને જાણ કરી હતી. 108 ની ટીમ તાત્કાલિક શાળાએ આવી ગઇ હતી. પરંતુ આ મહિલાને બચાવી શકાયા ન હતા.
વિવેકાનંદનગરમાં ગુજરાતી શાળા નં-1 માં મહિલા કર્મચારી મધ્યાહન ભોજન પીરસી રહ્યાં હતા. તે સમયે અચાનક જ તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા નીચે ઢળી પડ્યાં હતા. સ્ટાફે તરત 108ને જાણ કરી હતી. જે બાદ તબીબે પહેલા તેમને પ્રાથમિક સારવાર આપી હતી.પરંતું તેનાથી કંઈ પરિણામ ન મળતા તબીબ દ્રારા મહિલાને મૃત જાહેર કરાયા હતા. મહિલા ગુજરાતી શાળામાં હેલ્પર તરીકે નોકરી કરીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો