નડિયાદઃ પેસેન્જર બસ રેલિંગ તોડીને રસ્તાથી 25 ફૂટ નીચે ઉતરી પડતા બે લોકોનાં મોત, એક્સપ્રેસ- વે પરનો બનાવ

11:28 AM Feb 24, 2024 | gujaratpost

ખેડાઃ  નડિયાદ પાસે  એક માર્ગ અકસ્માત થયો છે, જ્યાં એક પેસેન્જર બસ રોડ પરની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે ઉતરી પડી હતી. અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક પેસેન્જર બસ રોડની બાજુની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે ઉતરી પડી હતી.

આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસ કર્મચારીઓ સ્થળ પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

સિમેન્ટના ટેન્કરને કારણે અકસ્માત થયો હતો

અકસ્માતની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી. બસમાં 23 જેટલા મુસાફરો સવાર હતા. દરમિયાન હાઇવે પર સિમેન્ટનું ટેન્કર અચાનક ડાબી બાજુ વળીને બસ સાથે અથડાયું હતું. જેના કારણે બસ બેકાબૂ થઈ ગઈ અને રેલિંગ તોડીને નીચે પડી ગઈ. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આગળની કામગીરી હાથધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post