અમદાવાદઃ ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 2 લોકોનાં મોત, માલિકનું મોઢું છુંદાઇ ગયું

06:12 PM Jun 24, 2024 | gujaratpost

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનના માલિક અને કામ કરતાં એક કારીગરનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઓઢવ વિસ્તારમાં આવેલી બંસી પાઉડર કોટીંગ નામની ફેક્ટરીમાં પ્લાસ્ટીક અને કલર કોટીંગનું કામ કરવામાં આવતું હતું. જેમાં કોમ્પ્રેશરમાં કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોમ્પ્રેશરમાં પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. જેમાં માલિકનું મોઢું છુંદાઇ ગયું હતું.

મૃતકોમાં રમેશ પટેલ (ઉ.વ-50) માલિક, પવનકુમાર (ઉ.વ-25) નો સમાવેશ થાય છે. જ્યારે સુરપાલ સિંહ, વાસુદેવ પટેલ, કનુભાઇ અને સહદેવ ભાઇ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526