+

અમદાવાદમાં ધોધમાર વરસાદથી ખુલી તંત્રની પોલ, શેલામાં પડ્યો શહેરનો સૌથી મોટો ભૂવો

અમદાવાદઃ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાઓએ પાણી ભરાઇ ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે અને કેટલીક જગ્યાએ ભૂવાઓ પણ પડ્યાં છે, શહેરના શેલા વિસ્તારમાં એક મહાકાય ભૂવો પડી ગયો છે, આ રસ્તો તાત્કાલિક બંધ

અમદાવાદઃ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાઓએ પાણી ભરાઇ ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે અને કેટલીક જગ્યાએ ભૂવાઓ પણ પડ્યાં છે, શહેરના શેલા વિસ્તારમાં એક મહાકાય ભૂવો પડી ગયો છે, આ રસ્તો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.

સ્કાય સિટી ચાર રસ્તા પાસે અંદાજે 30થી 40 ફૂટનો ભૂવો પડી ગયો છે, તંત્રની આ સૌથી મોટી બેદરકારી સામે આવી છે, પ્રિમોનસુન પ્લાનિંગના નામે કરોડો રૂપિયાનું એંધાણ થઇ રહ્યું છે અને લોકોને સુવિધાઓ મળી રહી નથી.

આ ભૂવો જોયા પછી સ્થાનિક લોકોમાં પણ આક્રોશ છે, શહેરમાં પહેલા જ વરસાદમાં આવી સ્થિતી થઇ છે, તો આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં આવા દ્રશ્યો જોવા મળે તો નવાઇ નહીં, ત્યારે ચોમાસામાં બહાર જતા લોકોએ પણ સાવચેત રહેવું જોઇએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter