+

અમદાવાદ જળબંબાકાર, કલાકોમાં પડેલા વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી

અમદાવાદઃ આજે સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બાપુનગર, નરોડા, નિકોલ, ગોતા, વૈષ્ણોદેવી, સરખેજ, સિંધુભવન, સેટેલાઇટ, ગુરુકૂળ સહિત આખા શહેરમાં વરસાદ પડ્યો છે, અનેક રસ્તાઓ પાણી ભરાવાને કારણે બ

અમદાવાદઃ આજે સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બાપુનગર, નરોડા, નિકોલ, ગોતા, વૈષ્ણોદેવી, સરખેજ, સિંધુભવન, સેટેલાઇટ, ગુરુકૂળ સહિત આખા શહેરમાં વરસાદ પડ્યો છે, અનેક રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થઇ ગયા છે, અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. વાહનચાલકોએ સાવચેતી રાખવી જોઇએ.

ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, રસ્તાઓ પણ પાણી ભરાવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી ગઇ છે, અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

ધોધમાર વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, હજુ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તોરોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter