+

સ્ટેટ GST વિભાગમાં બદલી-બઢતીના ઓર્ડર થયા, અનેક અધિકારીઓ-કર્મચારીઓની બદલી

અનેક અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીધામ સહિતના શહેરોને નવા અધિકારીઓ મળ્યાં અનેક ખાલી જગ્યાઓ પર પોસ્ટીંગ કરાયા અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં બદલી અને બઢતીના ઓર

અનેક અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીધામ સહિતના શહેરોને નવા અધિકારીઓ મળ્યાં

અનેક ખાલી જગ્યાઓ પર પોસ્ટીંગ કરાયા

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં બદલી અને બઢતીના ઓર્ડર થયા છે, ડીસી ટુ જેસી, એસી ટુ ડીસી, એસટીઓ ટુ એસીના ઓર્ડર થયા છે, કુલ 212 કર્મચારીઓ અને અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કરાયા છે, સરકારમાં બદલીની આ ફાઇલો લોકસભા ચૂંટણી પહેલાથી જ ચાલતી હતી, જે તે સમયે સારા મલાઇદાર પોસ્ટિંગ માટે કર્મચારીઓ-અધિકારીઓએ લોબિંગ પણ કર્યું હતુ.

સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીઓ પછી અધિકારીઓ-કર્મચારીઓ સોમવારથી જ ચાર્જ લઇ લેશે, આ વખતે જીએસટી વિભાગ ટેક્સના ટાર્ગેટ પુરા કરવા પર વધુ ભાર મુકશે, ઉપરાંત સ્ટેટ જીએસટી વિભાગમાં ખાલી જગ્યાઓ પણ ભરાઇ છે, જેથી અધિકારીઓ- કર્મચારીઓનું કામનું ભારણ ઘટશે.

નવી જગ્યાઓ પર અધિકારીઓને ખાસ કરીને બોગસ બિલિંગ અને ટેક્સ ચોરી રોકવા માટેનો મોટો પડકાર હશે, નોંધનિય છે કે અમદાવાદ, રાજરોટ, વડોદરા, સુરત, ગાંધીધામ, ભાવનગર સહિતના શહેરોમાં બદલીઓ થઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter