+

Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાં ટ્રેપ કરી છે, વનરાજસિંહ વલકુભાઈ વાળા, હોદ્દો- અનાર્મ હેડ કોન્સ્ટેબલ, નારોલ પોલીસ સ્ટેશન, વર્ગ-3 ને 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. ફરીયાદીની દુકાન પાસે, શ

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાં ટ્રેપ કરી છે, વનરાજસિંહ વલકુભાઈ વાળા, હોદ્દો- અનાર્મ હેડ કોન્સ્ટેબલ, નારોલ પોલીસ સ્ટેશન, વર્ગ-3 ને 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.

ફરીયાદીની દુકાન પાસે, શયામ ઇન્ડસ્ટ્રી, મોતીપુરા ચાર રસ્તા, શાહવાડી રોડ, નારોલમાં આ લાંચ લેવામાં આવી હતી

ફરીયાદી પહેલા દારૂનો ધંધો કરતાં હતા અને છેલ્લા ચારેક માસથી તેમને ધંધો બંધ કરી દીધો હતો, તેમ છંતા પોલીસકર્મીએ ફરીયાદી પાસે રૂ.2500 ની માંગણી કરી હતી અને જો ફરીયાદી પૈસા ન આપે તો દારૂનો ખોટા કેસ કરવાની ધમકી આપી હતી, જેથી જે તે સમયે આરોપીએ રૂ.1000 ફરીયાદી પાસેથી લઈ લીધેલા અને બાકીના રૂ.1500 માટે માંગણી કરાઇ રહી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં લાંચની રકમ લેતા આરોપી પોલીસકર્મી ઝડપાઇ ગયો હતો.

ટ્રેપિંગ અધિકારી: સુ.શ્રી. ડી.બી.ગોસ્વામી,
પો.ઇન્સ, અમદાવાદ શહેર, એ.સી.બી. પો.સ્ટે  

સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter