અમદાવાદમાં ઇન્કમટેક્સના દરોડા, કેમિકલના વેપારીઓ પાસેથી મળી શકે છે કરોડો રૂપિયાનું કાળું નાણું

11:11 AM Oct 11, 2023 | gujaratpost

કેમિકલના મોટા વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ ઉપર તવાઈ હાથ ધરી

અમદાવાદમાં 20 થી પણ વધુ જગ્યાઓ પર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગનું ફરીથી ઓપરેશન શરુ થયું છે. કેમિકલના મોટા વેપારીઓને ત્યાં આવકવેરા ખાતાના દરોડાથી અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ ઉપર આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં 20 થી પણ વધુ જગ્યાએ આવકવેરા ખાતાએ આ દરોડા પાડ્યાં છે.

અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ અને તેમના સહયોગીઓને ત્યાં આઇટી વિભાગની જુદી જુદી ટીમો તપાસ કરી રહી છે, આવકવેરા વિભાગનો 100થી પણ વધુ અધિકારીઓનો કાફલો આ તપાસમાં જોડાયો છે, તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે, આઇટીની ટીમોને જુદા જુદા સ્થળો પરથી ડિઝિટલ સામગ્રી, મોબાઇલ, ડોક્યુમેન્ટ અને બેંકને લગતી ડિટેલ્સ મળી આવી છે, નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ આઇટી વિભાગે અમદાવાદ અને સુરતના બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપી પાડી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post