અમદાવાદમાં આઇટી વિભાગને મોટી સફળતા, બિલ્ડર્સ પાસેથી અંદાજે 1000 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પકડાયા

03:44 PM Nov 04, 2023 | gujaratpost

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં બિલ્ડર્સને ત્યાં દરોડા પાડ્યાં છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 1000 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પકડી પાડવામાં આવ્યાં છે. બિલ્ડર્સ અને બ્રોકર્સના ઠેકાણાંઓ પરથી જમીનોના દસ્તાવેજો, ડિઝિટલ સામગ્રી જપ્ત કરાઇ હતી, તેમના બેંક એકાઉન્ટ્સની પણ ઉંડી માહિતી મેળવવામાં આવી છે.

આ બિલ્ડર્સ પાસેથી અત્યાર સુધીમાં 1000 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે, કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ થયો છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ, બળદેવ પટેલની ઓફિસો અને નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી થઇ છે. કન્સ્ટ્રકશનના બિઝનેસ સાથે જોડાયેલા શિપરમ ગ્રુપના ત્રિકમ પટેલ, અનિલ પટેલના નિવાસસ્થાને, ઓફિસોમાં આઇટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સિંધુ ભવન રોડ, સોલા સહિતના વિસ્તારોમાં દરોડાની કામગીરી થઇ રહી છે.

અંદાજે 22 સ્થળો પર આઇટીના દરોડા

સાયફ્રમ- અવિરત ગ્રુપ પર આઇટીના દરોડા

આ બિલ્ડર્સના બ્રોકર્સને ત્યાં આઈટીના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. આ કંપનીઓના નજીકના લોકોના ઠેકાણાંઓ પર પણ આઇટીના અધિકારીઓ પહોંચ્યાં હતા. આ બધા સ્થળો પરથી અંદાજે 1000 કરોડ રૂપિયાની ટેક્સચોરીના ડોક્યુમેન્ટ અને પુરાવા મળ્યાં છે. આઇટીના 150 જેટલા અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા હતા. અહીંથી ડિઝિટલ સામગ્રી, ડોક્યુમેન્ટ સહિતના પુરાવા જપ્ત કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post