+

રૂ.80 લાખનો વીમો મેળવવા કરી હતી ભિક્ષુકની હત્યા, 17 વર્ષ બાદ પોલીસે કર્યો મોટો ખુલાસો

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ બાદ હત્યાનો ગુનો ઉકેલીને  આરોપીની ધરપકડ કરી છે. હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસે જણાવ્યું છે કે વર્ષો પહેલા એક ભિક્ષુકની હત્યા કરવામાં આવી હતી. વીમાના 8

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ બાદ હત્યાનો ગુનો ઉકેલીને  આરોપીની ધરપકડ કરી છે. હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસે જણાવ્યું છે કે વર્ષો પહેલા એક ભિક્ષુકની હત્યા કરવામાં આવી હતી. વીમાના 80 લાખ રૂપિયા મેળવવા માટે આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજૂ કર્યાં બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો હતો કે એક વ્યક્તિનું 17 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની વાત હતી, આ કેસમાં ઈન્સ્યોરન્સ ક્લેમ કરીને 80 લાખ રૂપિયાનો વીમો લેવાયો હતો. ભિક્ષુકની હત્યા કર્યાં પછી અકસ્માતનું બહાનું કરીને અનિલ સિંહ નામના યુવકે તેના નામે વીમો પાસ કરાવ્યો હતો, જે હજુ જીવિત છે.

વીમાના પૈસા માટે ભિક્ષુકને સળગાવી દેવામાં આવ્યો

વર્ષ 2004માં આરોપી અનિલ સિંહે તેના પરિવાર સાથે મળીને એલઆઈસી પાસેથી વીમાના પૈસા લેવાનો પ્લાન બનાવ્યો હતો. વર્ષ 2006માં પોતાને મૃત દેખાડવા માટે તેણે આગ્રામાં એક ભિક્ષુકની કારમાં સળગાવીને હત્યા કરી નાખી હતી. આ પછી તેને ઈન્સ્યોરન્સમાંથી 80 લાખ રૂપિયા મળ્યાં હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રહેવાસી અનિલ સિંહ પોતાનું નામ બદલીને રાજકુમાર ચૌધરી બનીને અમદાવાદમાં રહેતો હતો. તેમજ પિતાનું નામ વિજયપાલને બદલે વિજયકુમાર રાખ્યું હતું.

ભિક્ષુકને ભોજન કરાવવાના બહાને કારમાં બેસાડવામાં આવ્યો હતો

વીમાના પૈસા મેળવવા માટે અનિલ સિંહ 2006માં તેના પિતા વિજયપાલ સિંહ અને ભાઈ અભય સિંહ, સંબંધીઓ મહિપાલ ગડરિયા અને રાકેશ ખટીક સાથે આગ્રા પહોંચ્યાં હતા. આગ્રા ટોલટેક્સ પાસે એક ભિક્ષુકને ખોરાક ખવડાવવાનું બહાનું બનાવીને તેની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાવામાં ઊંઘની ગોળી આપીને બેભાન કર્યો હતો. તેઓએ ભિક્ષુકને કારની ડ્રાઇવિંગ સીટ પર બેસાડ્યો હતો અને તેને આગ લગાવી દીધી હતી. પછી આરોપીએ પોતાને અકસ્માતમાં મૃત દેખાડ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો

પોલીસનાં જણાવ્યાં અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અનિલ સિંહે અમદાવાદમાં બધાને કહ્યું હતું કે તેનું નામ રાજકુમાર છે. અહીં ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવટી નામોથી બનાવવામાં આવ્યાં હતા. પોલીસે બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો છે. આગ્રા પોલીસનો સંપર્ક કર્યો છે. આગ્રા પોલીસ હવે હત્યાનો આ કેસ નોંધશે. વીમાના નાણાંની ઉચાપત કરવાનો પ્લાન અનિલ સિંહે તેના પિતા અને ભાઈ સાથે મળીને બનાવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter