+

આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ

અમદાવાદઃ જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા ફાર્માના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી પર 27 વર્ષની વિદેશી યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હત

અમદાવાદઃ જાણીતા ઉદ્યોગપતિ અને કેડિલા ફાર્માના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી પર 27 વર્ષની વિદેશી યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે નવેમ્બર 2022 માં કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, મોદીના બંગલા પાસે તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને ફ્લાઈટ એટેન્ડન્ટમાંથી અંગત સહાયક બનાવવામાં આવ્યાં હતા. ફેબ્રુઆરી 2023 માં રાજીવ મોદીએ હવાઈ મુસાફરી દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો મેનેજર મેથ્યુ જ્હોન્સન પણ આ બધામાં સામેલ છે.

બલ્ગેરિયાની 27 વર્ષની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી પછી તેને વકીલ રાજીવ મિશ્રાની મદદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફેબ્રુઆરી 2023માં તે કેડિલાના સીએમડી રાજીવ મોદી સાથે જમ્મુ-કાશ્મીર અને ઉદેપુરની હવાઈ મુસાફરી પર ગઈ હતી.દરમિયાન રાજીવે તેની સાથે શારીરિક છેડતી કરી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. રાજીવે તેને ફ્લાઇટ એટેન્ડન્ટમાંથી તેના અંગત સહાયક બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, કહ્યું હતું કે તેને પીએ બનવા માટે વધુ ભોગ આપવો પડશે.

ફ્લાઈટમાં બળાત્કારનો આરોપ

પીડિતાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેને 22 નવેમ્બર 2022થી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે 23 અને 26 ફેબ્રુઆરીના રોજ સીએમડી સાથે હવાઈ મુસાફરી પર હતી, તે દરમિયાન તેની સાથે બળાત્કાર થયો હતો.મેનેજર જોન્સન મેથ્યુ પર તેમાં મદદ કરવાનો આરોપ છે. પીડિતાએ આ મામલે મહિલા આયોગ, મહિલા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જુલાઈ 2023માં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ થયા બાદ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેની ફરિયાદ રદ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે પીડિતા પર કોઈ દબાણ નથી

ક્રાઈમ બ્રાન્ચના એક મહિલા અધિકારનું કહેવું છે કે પીડિતાએ પોતે જ તેની ફરિયાદ રદ કરી હતી, આ અંગે પોલીસનું કોઈ દબાણ નથી. કોર્ટે આ મામલે જવાબ માંગ્યો છે અને પોલીસ તેનો તમામ રેકોર્ડ રજૂ કરશે. સોલા પોલીસ સ્ટેશનના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે પીડિત વિદેશી યુવતી આ ફરિયાદ પછી પોતાનું નિવેદન નોંધવા આવી ન હતી, જેના કારણે કેસ બંધ કરવો પડ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કેસને લગતા તમામ જરૂરી દસ્તાવેજો પણ મંગાવવામાં આવ્યાં હતા.

કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની શું કરે છે ?

કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ મોદીના પિતા ઇન્દ્રવદન મોદીએ આ કંપનીની સ્થાપના કરી હતી, તેનું વાર્ષિક ટર્નઓવર 2000 કરોડ રૂપિયા હતુ, રાજીવ મોદીની પત્ની મોનિકાએ તેમના 26 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો અને તેમને છૂટાછેડા આપી દીધા હતા. રાજીવે સમાધાન તરીકે મોનિકાને 200 કરોડ રૂપિયા આપ્યાં હતા. ત્યારબાદ મોનિકાએ રાજીવ પર વ્યભિચારી હોવાનો અને તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજીવ મોદીની કંપની મેડિકલ સાયન્સના ઘણા મહત્વપૂર્ણ સંશોધન કાર્યો સાથે સંકળાયેલી છે અને થોડા વર્ષો પહેલા તેઓ ઈઝરાયેલી કમાન્ડોને પોતાની સુરક્ષામાં રાખવા માટે પણ ચર્ચાંમાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter