+

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે 400 રૂપિયાની લાંચ લેતા કોન્સ્ટેબલને એસબીએ ઝડપ્યો

આરોપી: પ્રકાશકુમાર જ્યંતિભાઈ પટણી, હોદ્દો- અનાર્મ કોન્સ્ટેબલ, વર્ગ– 3 નોકરી- કાલુપુર સર્કલ  ટ્રાફિક બીટ, ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર Ahmedabad News: એસીબી દ્વારા લાંચ લેનારાઓ સામ

આરોપી: પ્રકાશકુમાર જ્યંતિભાઈ પટણી, હોદ્દો- અનાર્મ કોન્સ્ટેબલ, વર્ગ– 3 નોકરી- કાલુપુર સર્કલ  ટ્રાફિક બીટ, ઇ ટ્રાફિક પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર

Ahmedabad News: એસીબી દ્વારા લાંચ લેનારાઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં આ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં, અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી મેમો નહીં ફાડવા બદલ રૂ.400ની લાંચ લેતો કોન્સ્ટેબલ એસીબીની ઝપેટમાં આવી ગયો છે.

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્ધારા લાઈસન્સ, પીયુસી, હેલમેટ, રોગ સાઈડ, નોપાર્કીગ જેવા જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવાના બદલે રૂ.5૦૦ થી 15૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાના અનેક કિસ્સા છે. 

હવે એસીબીએ ડીકોયરનો સાથ સહકાર મેળવીને ડિકોય છટકાનું આયોજન કર્યું હતુ, લાંચના છટકા દરમિયાન આરોપીએ ડિકોયરનું વાહન નોપાર્કિંગમાં મુકેલું હોવાનું જણાવીને મેમો નહીં આપવા બદલ  રૂ.5૦૦ની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકને અંતે રૂ.4૦૦ ની લાંચની માગણી કરીને લાંચ લીધી હતી, ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો.

ડીકોય કરનાર અધિકારીઃ શ્રીમતી વી.ડી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટેશન તથા ટીમ

સુપરવિઝન અધિકારી: કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી.,અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter