પારિવારિક ઝઘડાઓને કારણે ભર્યું આ પગલું
પત્ની અને બાળકની હત્યા કરી નાખી
સુરત: શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ લાગે છે. સુરતના એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુથી હુમલો કર્યો હતો, ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું હતું, માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પારિવારિક કંકાસને કારણે આ યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘરમાં ઝઘડાઓને કારણે યુવક તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. યુવક અમરેલી જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. યુવકના આવા પગલાં પડોશીએ સ્તબ્ધ થઈ ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/