અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો.બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું, જેને લઈને ખૂબ જ રોષ વ્યાપ્યો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા.
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના કેસમા ખોખરામાં સ્થાનિક દુકાનદારોએ દુકાનો બંધ રાખી હતી. પોલીસે પણ કેટલાક લોકોને દુકાનો આજનો દિવસ બંધ રાખવાની સૂચના આપતા દુકાનો બંધ કરવામાં આવી હતી. લોકોની ભીડને પગલે રોડ બંધ કરાવતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
ખોખરાની આ ઘટનાના વિરોધમાં અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, એએમસી વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ તેમજ ભાજપના સાંસદ દિનેશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. ખોખરાની આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મંગળવારે સાંજે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
अमित शाह ने अभी तक माफी मांगी नहीं और खबर आ रही है कि अहमदाबाद के खोखरा इलाके में बाबा साहब की प्रतिमा को नुकसान पहुंचाया गया है।
— Jignesh Mevani (@jigneshmevani80) December 23, 2024
जातिवादी तत्वों ने मिलकर बाबा साहब की प्रतिमा का नाक उखाड़ने का प्रयास किया है।
जब देश के गृह मंत्री को ही बाबा साहब के लिए कोई मान सम्मान न हो तब… pic.twitter.com/pUjXfT6fZ4