+

રાજકોટમાં યુ-ટર્ન લેતી બસે માતા-પુત્રને કચડ્યા, અકસ્માતમાં 7 વર્ષના બાળકનું મોત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સિટી બસના ચાલકે પસાર થઈ રહેલા માતા-પુત્રને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, અકસ્માતમાં બાળકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સિટી બસના ચાલકે પસાર થઈ રહેલા માતા-પુત્રને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, અકસ્માતમાં બાળકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના બાદ અફડાતફડી મચી ગઈ હતી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. માતાને સારવાર માટે હોસ્પિટલ ખસડવામાં આવી છે. ઘટનાની જાણ પરિવારજનોને થતાં ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે સિટી બસ રોડની એક બાજુ પાર્ક કરીને તેની જમણી બાજુએ યુ ટર્ન લઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રોડની બીજી બાજુ ચાલી રહેલા માતા-પુત્રને કચડી નાખ્યા હતા. ડ્રાઈવરની બેદરકારીના કારણે માતા-પુત્ર પૈડા નીચે આવી ગયા હતા. આ ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. 33 વર્ષીય હેતલ બેન ઘાયલ થયા હતા. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે સીટી બસ ચાલક સામે એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમાં કૃષ્ણનગરમાં રહેતા 33 વર્ષીય હેતલબેન તેમના 7 વર્ષના પુત્ર સાથે પગપાળા જઈ રહ્યા હતા, રસ્તામાં અચાનક અકસ્માત સર્જાયો હતો. સિટી બસના ડ્રાઈવરે બંનેને ટક્કર મારી હતી, જેના કારણે પુત્રનું મોત થયું હતું અને માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.હતી. તાલુકા પોલીસે બસ ચાલક સામે BNSની કલમ 125(A), 125(B), 106(1), 181 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને 187 હેઠળ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter