ACB ટ્રેપઃ CGST ના આ અધિકારી આટલા રૂપિયાનો તોડ કરતા ઝડપાઇ ગયા

12:05 AM Nov 11, 2023 | gujaratpost

અમદાવાદઃ વધુ એક સેન્ટ્રલ જીએસટીના અધિકારી એસીબીના સકંજામાં આવ્યાં છે, આ વખતે અમદાવાદમાં એસીબીએ ટ્રેપ કરી છે. અરવિંદ કુમાર લખેન્દ્રસિંહ, સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર, વર્ગ-2, રખિયાલ ડિવિઝન-1, અમદાવાદ દક્ષિણને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.

આરોપી અધિકારીએ જીએસટી ભવન, આંબાવાડીમાં જ આ લાંચની રકમ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા. ફરીયાદી ટેક્ષ કન્સલ્ટન્ટનું કામ કરે છે.તેમનાં ક્લાયન્ટને વર્ષ 2015-16 અને 2016-17 માં સર્વિસ ટેક્ષ નહીં ભરેલો હોવાથી ચાલુ વર્ષે ઓગષ્ટ મહીનામાં બે નોટીસ મળી હતી,જેથી તેમના વતી આ કામનાં ફરિયાદી સી.જી.એસ.ટી વિભાગના હીયરીંગમાં હાજર રહ્યાં હતા અને પોતાના ક્લાયન્ટને કોઇ ટેક્ષ ભરવાનો થતો ન હોવા અંગે લેખિતમાં જવાબ આપ્યો હતો.

તેમ છતાં આરોપી અધિકારીએ રૂ. 15,00,000 ટેક્ષ ભરવાનો થતો હોવાનું કહીને દબાણ ઉભું કર્યું હતુ, જેમાં બધુ પતાવટ કરવા માટે ટેક્સની રકમના 10 ટકા લેખે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

ત્યાર બાદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, લાંચની રકમ રિકવર કરવામાં આવી છે, એસીબીએ આ કેસની વધુ તપાસ શરુ કરી છે.જો તમારી પાસે પણ કોઇ અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી શકો છો.

ટ્રેપિંગ અધિકારીઃ એસ.એન.બારોટ ,
પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારીઃ જી.વી.પઢેરીયા
ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post