ઝિપલાઈન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ સહિત આ ચોથો પ્રોજેક્ટ બંધ થવાના આરે
અમદાવાદઃ સી પ્લેન પર સાબરમતી રિવર ક્રૂઝ પણ બંધ થઈ શકે છે. સાબરમતી નદીનું પાણી ઘટી જતાં ક્રૂઝને 3.5 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મેકિંગ ઇન્ડિયા અંતર્ગત રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવી હતી. સાબરમતી નદીમાં જરૂરી પાણી ન હોવાથી કંપનીને નુકસાન થવાની વાત સામે આવી છે.
અક્ષર રિવર ક્રૂઝ ચલાવવા માટે કંપની સરકારનો સહકાર માંગી રહી છે. અહીં પ્રવાસીઓ પણ આવતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન જ્યારે નદીનું લેવલ ઘટાડવામાં આવે છે ત્યારે તેને બંધ કરવું પડે છે જેથી રિવર ક્રૂઝ ત્રણથી ચાર મહિના બંધ રહેતું હોય છે. આ અંગે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના લોકોને રજૂઆત કરી છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તાજેતરમાં જ અમદાવાદ આવ્યાં હતા અને તેમના ડેલિગેશન સાથે તેઓએ રિવર ક્રૂઝની મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝ જોઈને તેઓ પણ પ્રભાવિત થયા હતા.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટ ઉપર સહેલાણીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં હતા. છેલ્લા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2015થી 2025 સુધીની વાત કરીએ તો ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેને બંધ કરી દેવા પડ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++