રાજકોટઃ મોરબીમાં એસીબીએ ટ્રેપ કરીને એક સરકારી બાબુને ઝડપી પાડ્યાં છે, જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા, ઉ.વ.35, રેવન્યું તલાટી, વર્ગ-3, વોર્ડ નંબર-3, મોરબી, ચાર્જ- તલાટી વજેપર- માધાપરને રૂપિયા 4,000 ની લાંચ લેતા ઝડપી લેવાયા છે.
ફરીયાદી વકીલ રેવન્યુંને લગતા કામ કરતા હોવાથી અસીલના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરી હતી, જે અરજીમાં આ કામના આરોપીએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા 4,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને ફરિયાદ કરી હતી, જેને આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં આરોપી તલાટી કમ મંત્રી રંગેહાથ લાંચની રકમ લેતા ઝડપાઇ ગયા હતા, એસીબીએ લાંચની રકમ રિકવર કરીને આરોપીની અટકાયત કરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ એમ.એમ.લાલીવાલા, ઈ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે, મોરબી
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/