ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા

08:36 PM Apr 16, 2024 | gujaratpost

તમે પણ એસીબીનો કરી શકો છો સંપર્ક

જો કોઇ સરકારી બાબુ લાંચ માંગે તો ટોલ ફ્રી નંબર 1064 પર કરો કોલ

એસીબી કરી રહી છે જનતાની મદદ

ગાંધીનગરઃ એસીબીએ 2 લાખ રૂપિયાની લાંચ માંગનારા તલાટી કમ મંત્રીને રંગેહાથ ઝડપી લીધા છે. માધવગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હઠીસિંહ સોલંકી આ વખતે છાલા ગામમાં એસીબીની ઝપેટમાં આવી ગયા છે.

ફરીયાદી સસરાની વડીલોપાર્જીત જમીનમાં પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવવા ગ્રામ પંચાયત ગયા હતા. જેમાં સરકારી બાબુએ 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને 50 હજાર રૂપિયા લેતા તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

આરોપી હઠીસિંહ કાનજી સોલંકીએ પેઢીનામું કરાવવા આવેલા ફરીયાદી પાસે આ લાંચની રકમ લીધી અને તેઓ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેઓએ ACB માં ફરિયાદ કરી હતી. એસીબીએ આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post