દાહોદમાં અનાર્મ ASI એસીબીની ઝપેટમાં, બન્ને પક્ષોને સમાધાન કરાવવા માટે રૂ.15,000 ની લાંચ લીધી અને ઝડપાયા

11:08 AM Feb 13, 2024 | gujaratpost

દાહોદઃ ફરીયાદી અને તેમના પરીવારના સભ્ય વિરૂદ્ધમાં ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે અરજી આવી હતી.અરજીની તપાસ આરોપી પ્રભુભાઇ સોમાભાઇ સંગાડા અનાર્મ એ.એસ.આઇ, ચાકલીયા પોલીસ સ્ટેશન પેથાપુર આઉટપોસ્ટ કરી રહ્યાં હતા, આ અરજીના કામે આરોપીએ ફરીયાદી અને તેમના પરિવારના સભ્યોના જામીન કરાવવા અને અરજીના કામે બંન્ને પક્ષોને સમાધાન કરાવવા ફરીયાદી પાસે રૂપિયા 25,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ રકઝક કરીને અંતે રૂપિયા 20,000 આપવા જણાવ્યું હતું. જે તે સમયે આરોપીને રૂપિયા 5,000 આપ્યાં હતા. બાકીના 15,000 રૂપિયાની માંગણી આરોપીએ ફરીયાદી પાસે કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચના છટકાનુ આયોજન કરાતા આરોપી પ્રભુ ચાકલીયા પોલીસ સ્ટેશન પાસેની પોલીસ ચોકી રૂમમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપિંગ અધિકારીઃ કે.વી.ડીંડોર, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી પોલીસ સ્ટેશન, દાહોદ

Trending :

મદદનીશઃ ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.બી.પોલીસ સ્ટેશન, દાહોદ

સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ, એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરા

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post