સાબરકાંઠાઃ એસીબીએ વડાલી ગામના ઉપ સરપંચને લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા. ફરિયાદીને ગ્રામ પંચાયત તરફથી પાણીનો ટાંકો અને મજુર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનુ મજુરીકામ આપવામાં આવ્યું હતું. ફરિયાદીએ બંને કામો પુરા કરતાં તેનું મજુરી તથા મટેરીયલ્સનું બીલ મંજુર થઈ ગયું હતું. જેમાં મજુરી, રેતી, કપચી, ઇંટોના મટેરીયલ્સના પૈસા ફરિયાદીના ખાતામાં જમા થયા હતા. કુલ કામના પાંચ ટકા મુજબની રકમ લક્ષ્મણ બધાભાઇ તરાળ (ઉપ સરપંચ, ધરોદ ગ્રામ પંચાયત, તા.વડાલી, જી.સાબરકાંઠા) એ રૂ. 6,000 તથા દશરથ હમીરભાઇ બામણીયા, પ્રજાજન (ધરોદ સરપંચના પતિ તા.વડાલી) એ રૂ. 10,000 મળીને કુલ રૂ. 16,000 ની લાંચની માગણી કરી હતી.લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમિયાન ઉપ સરપંચ લક્ષ્મણ બધાભાઈ તરાળ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. આરોપી દશરથ હમીરભાઇ બામણીયા, પ્રજાજન (ધરોદ સરપંચનો પતિ ) મળી આવ્યો ન હતો.
ટ્રેપનું સ્થળ: મેધ થી લક્ષ્મીપુરા જતા રોડ ઉપર, મેધ ગામની સીમમાં તા.વડાલી જી.સાબરકાંઠા
ધરોદ ગ્રામ પંચાયત, તા.વડાલી, જિ.સાબરકાંઠાના ઉપ સરપંચ લક્ષ્મણભાઈ બધાભાઈ તરાળ અને પ્રજાજન (ધરોદ સરપંચના પતિ) દશરથભાઈ હમીરભાઈ બામણીયા વિરુદ્ધ રૂા.૧૬,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો; આરોપી લક્ષ્મણભાઈ તરાળ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) March 13, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871…
ટ્રેપીંગ અધિકારી: ટી. એમ. પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર,
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ. કે. પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/