ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે.પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેમને બલૂચિસ્તાનમાં અપહરણ કરાયેલી ટ્રેનમાંથી તમામ બંધકોને છોડાવી લીધા છે. સેનાએ બલૂચ લિબરેશન આર્મી (BLA)ના તમામ 33 વિદ્રોહીઓને મારીને બંધકોને મુક્ત કર્યાં છે.
જો કે બલૂચ લિબરેશન આર્મીનો દાવો સાવ અલગ છે. BLAનું કહેવું છે કે હજુ પણ 150 થી વધુ બંધકો તેમના કબ્જામાં છે. દરમિયાન એક પંજાબી સૈનિકે પાકિસ્તાન આર્મીની વાતનો પર્દાફાશ કર્યો છે.
An individual who survived the Jaffar Express hijacking told the media that 50 to 60 people were killed by BLA fighters, whom the BLA claimed were serving military personnel. pic.twitter.com/vmVXXSTKhS
— The Bolan News (@TheBolanN) March 13, 2025
BLA લડવૈયાઓ દ્વારા માર્યા ગયા
જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનેલા એક પંજાબી સૈનિકે જણાવ્યું કે તેમને બલૂચ વિદ્રોહીઓનો નરસંહાર પોતાની આંખોથી જોયો હતો. પંજાબી સૈનિકે કહ્યું કે તેણે પોતે 50 થી 60 લોકોની લાશો જોઇ છે. જેમની BLA ના લડવૈયાઓએ હત્યા કરી હતી.
પંજાબી સૈનિકના આ નિવેદન બાદ પાકિસ્તાની સેનાના ખોટા દાવાનો પર્દાફાશ થયો છે. પ્રત્યક્ષદર્શી પંજાબી સૈનિકનો વીડિયો ધ બોલાન ન્યૂઝ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પ્રત્યક્ષદર્શી કહી રહ્યો છે કે BLA લડવૈયાઓએ તેની સામે અંદાજે 50 થી 60 લોકોને માર્યા હતા.
ટ્રેન હાઇઝેક દરમિયાન 21 લોકોનાં મોત
રિપોર્ટ અનુસાર જાફર એક્સપ્રેસ ટ્રેનમાં 440 મુસાફરો સવાર હતા. તેમાંથી 21 લોકો BLA લડવૈયાઓ દ્વારા ટ્રેન કબ્જે કરતી વખતે મારી નાખ્યાં હતા. જેમાં 4 સૈન્યના જવાનો હતા. આ પછી પાકિસ્તાન આર્મીના ઓપરેશનમાં બાકીના 200થી વધુ બંધકોને છોડાવવામાં આવ્યાં હતા. આ પહેલા બુધવારે BLAએ 150થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/