અમદાવાદઃ છેલ્લા એક જ અઠવાડિયામાં એસીબીએ 5 જેટલા સરકારી કર્મચારીઓ-અધિકારીઓને લાંચ લેતા ઝડપી લીધા છે, ફરિયાદીના અસીલની એન.એ થયેલી જમીનની સીટી સર્વે કચેરી બાવળા ખાતે કાચી નોંધ પાડી હતી, તેની પ્રમાણિત નોંધના કામે આ કામના આરોપી મનસુખ સોમાભાઈ ઠાકોર, પ્રજાજને ફરિયાદી સાથે નોંધ પ્રમાણિત કરવા હેતુલક્ષી વાતચીત કરીને રૂ.5,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો, ફરીયાદીની ફરીયાદને આધારે લાચનું છટકું ગોઠવ્યું હતું, આરોપી મનસુખે આરોપી પંકજ એમ. પટેલ, મેન્ટેનસ સર્વેયર, વર્ગ-3, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી બાવળા, ટાવર ચોકનંબર -1 પાસે પંચની હાજરીમાં સર્વેયર સાથે સ્પિકર ફોન પર વાત કરી હતી અને નાણાં લીધા હતા,ત્યારે જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો, તમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર પોતાની ફરિયાદ નોંધી શકો છો.
ટ્રેપિંગ અધિકારીઃ એન.એન.જાદવ, પોલીસ ઇન્સપેક્ટર
અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી અમદાવાદ એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++