+

રૂ.2,00,000 ની લાંચ, લાંચિયાઓની હવે ખેર નથી...Class-1 અધિકારી સહિત બે લોકો લાંચ લેતા ACB ની ઝપેટમાં આવ્યાં

સુરતઃ એસીબીએ લાંચિયા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સામે પોતાની પક્કડ મજબૂત કરી છે, જનતા હવે લાંચિયા બાબુઓ સામે બાંયો ચઢાવીને તેમને સબક શીખવી રહી છે, એસીબી પણ સતર્ક થઇને પોતાની ફરજ નિભાવી રહી છે. ક્લાસ -1

સુરતઃ એસીબીએ લાંચિયા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સામે પોતાની પક્કડ મજબૂત કરી છે, જનતા હવે લાંચિયા બાબુઓ સામે બાંયો ચઢાવીને તેમને સબક શીખવી રહી છે, એસીબી પણ સતર્ક થઇને પોતાની ફરજ નિભાવી રહી છે. ક્લાસ -1 અધિકારી અને તેમના માટે કામ કરતા પ્રજાજન એસીબીની ઝપેટમાં આવ્યાં છે.

ફરીયાદી મંડળી વતી મળેલી રોયલ્ટી પરમિટને આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરતા હતા. જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની   હેરાનગતિ નહીં કરવા માટે ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી નરેશ જાની, મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ), વર્ગ-1 અને કપીલ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજને ફરીયાદી પાસે રૂ.2,00,000 ની લાંચની માંગણી કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી કપીલ પ્રજાપતિને મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ, જૂના સિમાડા રોડ, સુરતમાં લાંચનાં નાણાં સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. તેને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી ક્લાસ-1 અધિકારી નરેશ જાનીની શોધખોળ ચાલુ છે.

ટ્રેપીંગ અધિકારી: શ્રીમતી એ.કે.ચૌહાણ,પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-1, અમદાવાદ તથા ટીમ

મદદનીશ: ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ-3, અમદાવાદ તથા ટીમ.

સુપરવિઝન અધિકારીઃ જી.વી.પઢેરીયા, મદદનીશ નિયામક, ફિલ્ડ-1, એ.સી.બી, અમદાવાદ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter