ભગવંત માન અને કેજરીવાલ આજે મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયત માં સામેલ થશે
આવતીકાલે ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત રેલીમાં ભાગ લેશે
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત વડોદરા આવ્યાં હતા. કેજરીવાલે ભાજપ સરકારને અહંકારી ગણાવીને કહ્યું કે, કે બોનસ અને દૂધના ભાવો વધારવા માટે પશુપાલકોએ ખેડૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનમાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યાં હતા. તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેના કારણે એક ખેડૂતનું મોત થયું હતું.
ડેડિયાપાડાના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સરકાર સામે કટાક્ષ કરી કહ્યું હતું કે, 30 વર્ષ જૂના તાનાશાહી રાજ સામે 10 વર્ષ જૂની પાર્ટી ટક્કર આપી રહી છે. નવી જનરેશન બદલાવ ઈચ્છે છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિસાવદરની ચૂંટણી છે. તેમણે કોંગ્રેસ સામે કટાક્ષ કરી કહ્યું હતું કે, કોંગ્રેસ ભાજપની ટીમ છે, અસલ વિપક્ષ તો અમે જ છીએ.