મોદી મોદી....દ્વારકામાં પીએમ મોદીનાં ભાષણ વચ્ચે અબ કી બાર 400 પારના લાગ્યા નારા- Gujarat Post

09:17 PM Feb 25, 2024 | gujaratpost

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દરિયામાં ડૂબેલા પ્રાચીન દ્વારકાના અવશેષો સ્કૂબા ડાઈવથી નીહાળીને દર્શન કર્યાં હતા. જે બાદ મોદીએ કહ્યું કે આ માત્ર દરિયામાં ડૂબકી મારવાની નથી પરંતુ સમયની યાત્રા છે.

પીએમ મોદી જનમેદનીને સંબોધતા કહ્યું, દ્વારકામાં જે કંઈ થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે. દ્વારકા ચાર ધામ અને સપ્તપુરીનો હિસ્સો છે. દેશકાર્યની સાથે સાથે દેવ કાર્યનો મોકો મળ્યો, દ્વારકામાં આજે દરિયામાં સ્કીબા ડાઇવ કર્યું, જેનો અનુભવ અદભૂત રહ્યો, ઉંડા સમુદ્રમાં જઇ દ્વારકાધીશનાં દર્શન કર્યાં. પુરાતત્વ જાણકારોએ ઘણું લખ્યું હતું જે આજે દરિયામાં મે જોયું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દ્વારકા શહેરની મુલાકાત લીધા પછી, ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડા જોડાણનો અનુભવ થયો. દ્વારકા શહેર ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે, તે એક સમયે ભવ્યતા અને સમૃદ્ધિનું કેન્દ્ર હતું. વડાપ્રધાને જણાવ્યું કે આ શહેર ભવ્ય ભૂતકાળ અને હિન્દુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક સાથેના જોડાણને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ શ્રદ્ધાના ચિહ્ન તરીકે દ્વારકા શહેરને મોર પીંછ અર્પણ કર્યાં હતા.

તેમણે કહ્યું, સુદર્શન સેતુથી ઘણી યાદો યાદ આવી જાય છે. હવે બોટમાં સફર નહીં કરવી પડે. બોટ સેવા ઘણી વાર બંધ રહેતી હતી. અહી પબુભા શિવનો પણ એજન્ડા હતો બ્રિજ બનાવવા માટે, આજે સૌથી વધારે પબુભા માણેક ખુશ છે. આ દરમિયાન દ્વારકામાં મોદીનાં ભાષણ વચ્ચે અબ કી બાર 400 પારના નારા લાગ્યાં હતા. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપનો લક્ષ્યાંક 400 બેઠકોનો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post