+

શી જિનપિંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવા પર ઝરદારીને આપ્યાં અભિનંદન, કહ્યું- અમારી મિત્રતા વિશ્વની પસંદગી છે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું કે સ્ટીલ જેવી મિત્રતા ઈતિહાસની પસંદગી છે અને વિશ્વમાં વર્તમાન પરિવર્તનોને જોતા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું કે સ્ટીલ જેવી મિત્રતા ઈતિહાસની પસંદગી છે અને વિશ્વમાં વર્તમાન પરિવર્તનોને જોતા આ સંબંધોનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી ગયું છે.

જિનપિંગે આસિફ અલી ઝરદારીને અભિનંદન પાઠવ્યાં

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના કો-ચેરમેન આસિફ અલી ઝરદારીને શનિવારે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યાં હતા અને દેશમાં બીજી વખત આ પદ સંભાળનાર પ્રથમ નાગરિક વ્યક્તિ છે. આ પહેલા તેઓ 2008 થી 2013 સુધી આ પદ પર રહ્યાં હતા. 68 વર્ષીય ઝરદારી PPP અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સંયુક્ત ઉમેદવાર હતા.

જિનપિંગે ઝરદારીને કહ્યું, ચીન અને પાકિસ્તાન સારા પડોશીઓ, સારા મિત્રો, સારા ભાગીદારો અને સારા ભાઈઓ છે. બંને દેશોએ તાજેતરના વર્ષોમાં આદાનપ્રદાન જાળવી રાખ્યું છે, તેમના મુખ્ય હિતો અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ના નિર્માણ સહિત મુખ્ય ચિંતાઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર એકબીજાને ટેકો આપ્યો છે. 

ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK)માંથી પસાર થતાં ચીનના શિનજિયાંગને બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સાથે જોડતા US $60 બિલિયન CPEC સામે વાંધો ઉઠાવ્યો છે.

ઝરદારી સાથે કામ કરવા તૈયારઃ જિનપિંગ

જિનપિંગે કહ્યું કે દુનિયા ઝડપી બદલાવમાંથી પસાર થઈ રહી છે, આ ફેરફારો પહેલા ક્યારેય જોવા મળ્યાં નથી, ચીન-પાકિસ્તાન સંબંધોનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી ગયું છે. તેઓ ચીન-પાકિસ્તાનના સંબંધોના વિકાસનું ખૂબ સન્માન કરે છે, ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા વધુ મજબૂત કરવા, વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા કામ કરી રહ્યાં છે. નોંધનિય છે કે ચીન ઘણા સમયથી પાકિસ્તાનનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધીઓ માટે કરી રહ્યું છે. જો કે ભારત પણ બંને દેશોને જવાબ આપવા સજ્જ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter