+

PoK ના રાવલાકોટમાં વિરોધ પ્રદર્શનો, પાકિસ્તાની સેનાના અત્યાચારને કારણે 9 લોકોનાં મોત

શ્રીનગરઃ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ના રવાલાકોટમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને ત્યા રબાદ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે તણાવપૂર્ણ માહોલ છે. સ્થાનિક રહેવાસીઓ વિરોધ

શ્રીનગરઃ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ના રવાલાકોટમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને ત્યા રબાદ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે તણાવપૂર્ણ માહોલ છે. સ્થાનિક રહેવાસીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા ત્યારે પાકિસ્તાની સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે રવાલાકોટમાં 9 લોકો માર્યા ગયા છે.

જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ દાવો કર્યો છે કે માત્ર રાવલાકોટમાં જ 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે કેટલાક અહેવાલો સૂચવે છે કે મૃત્યુઆંક વધુ હોય શકે છે.

JAAC દ્વારા શેર કરવામાં આવેલી હાથથી લખેલી યાદીમાં મૃતકોની ઓળખ આપવામાં આવી છે, જેમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઈબ્રાહિમ, અરસાલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાસિત શાહ અને સાબિર ખાનનો સમાવેશ થાય છે.

આ હિંસા બાદ PoKના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે જૂનની શરૂઆતથી જ અહીં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તેમાં ધરણાં અને પ્રદર્શનોની સાથે સાથે જાહેર પરિવહન, દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રાખવાનો પણ સમાવેશ થાય છે.

વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારથી, પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તથા અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણોમાં સુરક્ષા દળોના કેટલાક જવાનો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

facebook twitter