(ફોટોઃ એએનઆઈ)
UAE ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધન કર્યુ
ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં આજથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં સામેલ થવા અનેક દેશોના નેતાઓ, ઉદ્યોગપતિઓ આવ્યાં છે. દરમિયાન સુઝુકી મોટર્સના પ્રમુખ, તોશિહિરો સુઝુકીએ કહ્યું, આ સમારોહમાં આમંત્રિત થવા બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના મજબૂત નેતૃત્વ અને સતત સમર્થન હેઠળ, ભારતીય ઓટોમોબાઈલ બજાર સતત વિસ્તરી રહ્યું છે. પરિણામે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે.સુઝુકીએ ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.
#WATCH | Gujarat: President Suzuki Motors, Toshihiro Suzuki says, "I am honoured to be invited to this ceremony. In the past 10 years, under the strong leadership and constant support of PM Modi, the Indian automobile market has been expanding steadily. As a result, India has… pic.twitter.com/hyVe9Lssjh
— ANI (@ANI) January 10, 2024
સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘઘાટન પ્રસંગે જણાવ્યું કે, હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો