અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ, રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી આગાહી- Gujarat Post

10:08 AM Jul 23, 2024 | gujaratpost

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે, જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન આજે સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે વરસાદને લઈ આજે પણ રેડ અલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ અપાયું છે.

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ વોર્નિંગ અપાઈ છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત  તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526