વલસાડઃ હેડ કોન્સ્ટેબલ રૂ. 89,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરીયાદી ઉપર દોઢ મહિના અગાઉ દારૂનો કેસ થયો હતો. આ કેસમાં જે તે સમયે ફરિયાદીને વોન્ટેડ બતાવેલો હતો, જે કેસમાં ફરિયાદીને અટક કરીને મારઝૂડ ન કરવા તથા હેરાન પરેશાન ન કરવાના અવેજ પેટે પરેશકુમાર રામભાઈ રામ, હેડ કોન્સ્ટેબલ, નોકરી ઉમરગામ પોલીસ સ્ટેશન જી.વલસાડ, મુરુભાઈ રાયદેભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલે સાથે મળીને ફરિયાદી પાસે રૂ.1,00,000 ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. બંને આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ. 89,000 આરોપી પરેશકુમારના કહેવાથી આરોપી મુરુભાઈ વલ્લભ હાઇટ્સ બિલ્ડીંગ, માવલા ચા ની દુકાનની બહાર, ગાંધીવાડી ઉમરગામમાં લીધી હતી અને ત્યાં જ એસીબીએ ઝડપી લીધા હતા.
ટ્રેપીંગ અધિકારી: બી. ડી. રાઠવા , પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.
તમે પણ આવા લાંચિયા બાબુઓથી બચવા માંગતા હોય તો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526