વડોદરાઃ છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, 29 ઓગસ્ટ, ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં પુર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ઘરની છત પર મગર દેખાયો
હાલમાં વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું છે. વીડિયોને જોતા સ્પષ્ટ થાય છે કે ઘણા ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. આ પુર જેવી સ્થિતિ વચ્ચે એક મગર ઘરની છત પર પડેલો જોવા મળે છે. કેમેરામેને મગરને ઝૂમ કરીને વીડિયોમાં બતાવ્યો છે. ઘણા લોકો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
— Press Trust of India (@PTI_News) August 29, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK
વડોદરામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસતા મગર
વડોદરામાં પુરના કારણે સૌથી વધુ તબાહી થઈ છે. વડોદરામાં તો સર્વત્ર પુર જ દેખાઈ રહ્યું છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. રસ્તાઓ પર કેટલાય ફૂટ પાણી વચ્ચે લોકો પોતાના ઘરની બહાર ટ્રેક્ટરથી જરૂરી સામાન લેવા માટે આવી રહ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં બનેલા મકાનો અને દુકાનોમાં પૂરના પાણી ઘુસી ગયા છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. નદીમાં રહેતા મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વડોદરાના માર્ગો પર ફોર વ્હીલર અને ટુ વ્હીલર પાર્ક કરતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 10 હજાર જેટલી કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/