વડોદરામાં દિવાળીની રાત્રે બે સમૂદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપી,પોલીસ પર ફેંક્યા પેટ્રોલ બોમ્બ- Gujarat Post

11:04 AM Oct 25, 2022 | gujaratpost

વડોદરાની શાંતિને ફરી ડહોળવાનો પ્રયાસ થયો

પોલીસે આખી રાત પેટ્રોલિંગ કરીને સ્થિતિ થાળે પાડી

પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી

વડોદરાઃ શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે કેટલાક લોકો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાણીગેટમાં દિવાળીના દિવસે જ બે સમૂદાયના લોકો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ થઇ હતી.

બંને સમૂદાયના લોકોએ નજીવા વિવાદને લઇને વાહનોને આગચંપી કરી દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસ પર  તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ શરૂ કર્યુ હતું.

પથ્થરમારાને કારણે સમગ્ર રસ્તા પર પથ્થરોથી પથારી થઈ ગઈ હતી. જેના કારણે કોઈ સુનિયોજિત ષડયંત્ર હતું કે નહીં તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે. આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં સ્થિતિ કાબૂમાં છે. પોલીસ CCTV ફૂટેજની તપાસી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat