પોલીસથી બચવા દારૂની ખેપિયા અવનવા કીમીયા અજમાવે છે
કલુ 33.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Latest Vadodara News: પોલીસની નજરથી બચવા બુટલેગરો અવનવા કીમીયા અજમાવતા હોય છે. હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર આમલીયારા ગામ પાસેથી ટાઇલ્સની આડમાં એક ટેમ્પામાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.
એલસીબીનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો, ત્યારે દારૂનો જથ્થો ભરીને એક બંધ બોડીનો ટેમ્પો ગોધરાથી વડોદરા તરફ જતો હોવાની બાતમી મળી હતી. આ માહિતીને આધારે પોલીસે આમલીયારા ગામ પાસે જીઇબી સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. હાલોલ વડોદરા ટોલરોડ ઉપર ગોધરાથી વડોદરા તરફ એક બંધ બોડી ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી ઊભો રાખ્યો હતો.
ટેમ્પામાં તપાસ કરતા પ્રથમ સિરામીક ટાઇલ્સના બોક્સ મળ્યાં હતાં. પોલીસે વધુ તપાસ કરતાં રૂ.17.60૦ લાખ કિંમતની 281 દારૂની પેટીઓ મળી હતી. પોલીસે ટેમ્પો અને સિરામીક ગ્લેઝડ ટાઇલ્સના બોક્ષ તેમજ દારૂનો જથ્થો મળીને કુલ રૂ.33.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુસ્તકીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા, હરિયાણા) તથા અક્રમ જાકીર હુસેન મેવ (રહે. અલવર, રાજસ્થાન)ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/