વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, પ્રિતેશ મિસ્ત્રીના માથે થઇ ગયું હતુ આટલું દેવું- Gujarat Post

11:54 AM Jan 12, 2023 | gujaratpost

વડોદરાઃ સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે કંટાળીને આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લીધું હતુ, પત્ની અને પુત્રની હત્યા કરીને આપઘાત કરનાર પ્રિતેશ મિસ્ત્રીએ 1 કરોડ 43 લાખ રૂપિયાની અલગ અલગ લોન લીધી હતી. એક લોન ભરવા માટે બીજી લોન લીધી હતી. બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની 56 લાખ રૂપિયાની લોન ભરવાની બાકી હતી. તેની પાસે રૂપિયા કમાવવાનું કોઇ સાધન ન હતુ, બહારથી પણ રૂપિયા લીધા હતા, અંતે આ યુવકે દીવાલ પર લખાણ લખીને આત્મહત્યા કરી લીધી હતી.

ત્રણ દિવસ પહેલા પ્રિતેશ મિસ્ત્રીએ પત્ની સ્નેહા અને પુત્ર હર્ષિલની હત્યા કરીને ગળાફાંસો ખાઈ લીધો હતો. દીવાલ પર તેણે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હોવાનું લખાણ લખ્યું હતું. પ્રિતેશે એક બેંકની લોનના હપ્તા ભરવા માટે બીજી બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંથી ઉંચા વ્યાજે લોન લીધી હતી. ઉપરાંત તેઓએ શેરબજારમાં પણ પૈસા રોક્યાં હતા, અને તેમને મોટું નુકસાન થયું હતુ, જેના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ બની હતી. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post