Gujarati News: વડોદરાને વિશ્વામિત્રીના પાણીએ ભરડામાં લઈ લીધું છે. શહેર આખું પાણીમાં ગરકાવ હતું ત્યારે રાજ્ય સરકારના બે મંત્રીઓ મદદના નામે અહીં પહોંચી ગયા હતા. જોકે તેમણે પૂરના પાણીમાં જનતાની સાથે જઇને પગ મૂકવાનું યોગ્ય માન્યું ન હતું અને તેમના માટે વધારે ઉંચાઈ ધરાવતા ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ સિંહાસન પર બીરાજીને શોભાયાત્રમાં નીકળ્યાં હોય તે રીતે વડોદરામાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે હસતા હસતા નીકળ્યાં હતા. સાથે તેમની સાથે વડોદરાના અધિકારીઓ અને નેતાઓ જોડાઇ ગયા હતા. આટલા પૂર વચ્ચે પણ તંત્ર પ્રોટોકોલ ભૂલ્યું ન હતું અને આગળ એક ગાડી સાયરન વગાડતી નીકળી હતી. મંત્રીઓના ફોટા પડે અને વીડિયોગ્રાફી થાય તેનું બરાબર ઘ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેઓ વડોદરામાં હતા ત્યાં સુધી આખુ તંત્ર અને તમામ અધિકારીઓ તમામ પ્રકારની બચાવ કામગીરી છોડીને તેમની મહેમાનગતિમાં લાગી ગયું હતુ.
ડમ્પર ઉપર મંત્રીઓએ કેટલાક વિસ્તારોમાં ચક્કર માર્યા હતા. આ ડમ્પર એક અન્ડરપાસ નીચેથી પસાર થયું ત્યારે કેબિન ઉપર બેઠેલા મંત્રીઓ ઉંઘની મુદ્રામાં પણ દેખાયા હતા. પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીએ જાણે કે મોટુ પરાક્રમ કર્યુ હોય તેમ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેને લઈ લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. ત્યારે જનતા પણ પૂછી રહી છે કે શું ભાજપને આવા જ મંત્રીઓ અને નેતાઓ મળે છે ?
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈને ઉપસ્થિત થયેલ સ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર તંત્ર ખડે પગે કાર્યરત છે.
— Jagdish Vishwakarma (@MLAJagdish) August 28, 2024
આજે દિવસ ભર આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની સાથે રહી વડોદરા શહેરની વરસાદી સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓશ્રીઓને જરૂરી માર્ગદર્શન… pic.twitter.com/B1FecCh8e8