15 બાળકો સહિત 17 લોકોનાં મોતમાં નવો ખુલાસો, સ્કૂલ સંચાલકોએ પ્રવાસ માટે મંજૂરી જ લીધી ન હતી- Gujarat Post

10:57 AM Jan 19, 2024 | gujaratpost

વડોદરા: શહેરના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 15 બાળકો, એક શિક્ષિકા અને એક સુપરવાઈઝરનાં મોત થયા છે. આ કરુણાંતિકાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ડીઈઓ કચેરીની પરવાનગી લેવામાં આવી ન હતી.

સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ 6ના કુલ મળીને 82 વિદ્યાર્થીઓને લેકઝોન ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યાં હતા.જેમાં કેટલાક તો સાવા નાના બાળકો હતા. તેમની સાથે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત 10 લોકોનો સ્ટાફ પણ હતો. ડીઈઓ કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડનેન્ટના જણાવ્યાં અનુસાર સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી. જ્યારે નિયમ પ્રમાણે કોઈપણ સ્કૂલે ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે અને બીજા પણ નિયમોનુ પાલન કરવાનું હોય છે. ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, સ્કૂલ સંચાલકો સામે જે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે.

આ ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે વડોદરા પોલીસ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બિનિત કોટિયા રાજકીય વગદાર છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની ચર્ચા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post