પતિએ ઝેરી દવા પીને ગળામાં બ્લેડના ઘા માર્યાં
પોલીસને મળી એક સ્યૂસાઇડ નોટ
મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા ભર્યું આ પગલું
મુકેશભાઇ સિક્યોરિટી ગાર્ડની કરતા હતા નોકરી
વડોદરાઃ શહેરમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ દુ:ખદ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારની છે, સિક્યુરિટીમાં કામ કરતા એક વ્યક્તિના પરિવારની આ ઘટના છે. આર્થિક સંક્રમણને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે. પિતા મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભાડાના ઘરમાં રહેતા મુકેશભાઈ પંચાલના પરિવારની આ ઘટના છે. મકાન માલિકે આ અંગે પોલીસને જાણકારી આપી હતી. હાલ મૃતક માતા અને પુત્રના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બંનેનું એસએસજી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવશે.
પડોશીના કહેવા મુજબ તેઓની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી. તેઓ અહી પાંચ વર્ષથી ભાડેથી રહેતા હતા. અઠવાડિયાથી તેમની સાથે વાત થઈ ન હતી. આ પરિવાર બહુ બહાર નીકળતો ન હતો. પોલીસે હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો