+

યુક્રેનને ટ્રમ્પનો જોરદાર ઝટકો, ઝેલેન્સ્કી સાથે બોલાચાલી બાદ ટ્રમ્પે યુદ્ધમાં અપાતી મદદ બંધ કરી

વોશિંગ્ટનઃ મહિનાઓથી રશિયા સામે યુદ્ધ લડી રહેલું યુક્રેન હવે એકલું પડતું દેખાઇ રહ્યું છે, યુક્રેનને સૌથી વધુ સૈન્ય મદદ અમેરિકાએ કરી છે પરંતુ ઝેલેન્સ્કીની ટ્રમ્પ સાથેની ઉગ્ર બોલાચાલી બાદ હવે અમેરિકાએ સૈ

વોશિંગ્ટનઃ મહિનાઓથી રશિયા સામે યુદ્ધ લડી રહેલું યુક્રેન હવે એકલું પડતું દેખાઇ રહ્યું છે, યુક્રેનને સૌથી વધુ સૈન્ય મદદ અમેરિકાએ કરી છે પરંતુ ઝેલેન્સ્કીની ટ્રમ્પ સાથેની ઉગ્ર બોલાચાલી બાદ હવે અમેરિકાએ સૈન્ય મદદ આપવાનું અટકાવી દીધું છે.
 
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન મળે કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને કોઇ સહાય મળશે નહીં.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ ચર્ચા દરમિયાન કહ્યું હતુ કે હાલની સ્થિતીમાં યુદ્ધ રોકાય તેમ નથી, તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા અને કહ્યું હતુ કે તમે દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઇ જઇ રહ્યાં છો, ત્યાર બાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યાં ગયા હતા.

નોંધનિય છે કે બ્રિટન સહિતના યુરોપિયન યુનિયનના દેશોએ યુક્રેનને સહાય આપવાનું ચાલું રાખ્યું છે અને તેઓ કોઇ પણ ભોગે યુક્રેનને મદદ કરશે તેમ કહી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter