અમિત શાહે હાલના સાંસદ રમેશ ધડુકને સાચા જનસેવક ગણાવ્યાં
વિઠ્ઠલ રાદડીયાને યાદ કરીને શાહે કહ્યું, સહકારી ક્ષેત્રના મુળીયા તેમને ઉંડા કર્યાં
વિઠ્ઠલભાઈએ સહકારી આંદોલનને નવચેતના આપી હતીઃ અમિત શાહ
જામકંડોરણાઃ ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. જેને લઈને હાલ રાજ્યમાં રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં સભાને સંબોધન કર્યુ હતું. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરીને પૂર્વ પીએમ મનમોહન સિંહને મૌની બાબા ગણાવ્યાં હતા. પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈકને યાદ કરી કહ્યું, ભાજપની સરકાર આવતા જ પાકિસ્તાન ડરી ગયું હતુ, પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદનો અમે સફાયો કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શાહે મોટો દાવો કરતાં કહ્યું, પ્રથમ બે તબક્કામાં તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયા છે. બંને ચરણોમાં રાહુલ બાબાના સૂપડાં સાફ થઈ ગયા છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી મોદીનો નારો સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે ફરી એકવાર મોદી સરકાર જ આવશે. ત્રીજી વખત તેમને પ્રધાનમંત્રી બનાવવા દેશ કટિબદ્ધ છે.
2014 અને 2019માં ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી હતી. આ વખતે એક ડગલું આગળ નીકળી ગણતરી પહેલાં જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે. બાકી રહેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદીના નામે સંસદમાં મોકલવાની છે. આ 10 વર્ષમાં આપણા નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ કર્યું છે.
આ કોંગ્રેસના અધ્યક્ષ ખડગે કહે છે કે, રાજસ્થાન, ગુજરાતના લોકોને કાશ્મીર જોડે શું લેવાદેવા છે. ખડગે સાહેબ ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારાં જામકંડોરણાનો એક-એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે.અહીંથી સેનામાં અનેક જવાનો પહોંચ્યાં છેે. નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટ 2019ના દિવસે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને હંમેશા માટે ભારતમાં જોડી દીધું છે..
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah ने पोरबंदर, गुजरात में विशाल जनसभा को संबोधित किया। pic.twitter.com/mA7YySJwXm
— BJP (@BJP4India) April 27, 2024