ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરવિગ્રહને ઠારવા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાતો વધારી હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને કોઇ નુકસાન ન થાય તે માટે તેઓ સક્રિય થયા હોય તેમ લાગે છે. તાજેતરમાં જામનગરના સાંસદ, ધારાસભ્ય અને મેયરનો વિવાદ કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચ્યો હતો. ઉપરાંત નેશનલ મીડિયામાં પણ મુદ્દો છવાતા ગુજરાત ભાજપની ફજેતી થઈ હતી. બીજા અનેક મુદ્દાઓથી ભાજપમાં હાલ ઓલ ઇઝ નોટ વેલ જેવું લાગી રહ્યું છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપમાં હાલ જે વિવાદ ચાલી રહ્યાં છે તેને લઈ ચર્ચા કરીને માર્ગદર્શન આપશે.
આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહે અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો