બજેટ 2025ઃ 12 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ, વાંચો બીજી શું થઈ જાહેરાત

05:13 PM Feb 01, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ (budget 2025) રજૂ કર્યું હતું. નાણામંત્રીએ કહ્યું, સરકારે રિફોર્મ કર્યા છે. જેનાથી વિશ્વનું ધ્યાન આપણી તરફ ખેંચાયું છે. વિકસિત ભારત માટે સતત પ્રેરણા મળી રહી છે. આ બજેટ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા વધારવાની કોશિશનો હિસ્સો છે.

બજેટમાં સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.75 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.