UK Elections: બ્રિટનમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની ચૂંટણીમાં હાર, કહ્યું- માફી માંગું છું અને હારની જવાબદારી સ્વીકારું છું

11:54 AM Jul 05, 2024 | gujaratpost

UK Elections 2024: બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના રોજ થયું હતું. યુકેની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે, પરંતુ ચિત્ર લગભગ સ્પષ્ટ છે. લેબર પાર્ટી જંગી બહુમતી સાથે બ્રિટનમાં સત્તા કબ્જે કરવા જઈ રહી છે અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર બ્રિટનના નવા વડાપ્રધાન બની શકે છે. વર્તમાન પીએમ ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે કીર સ્ટારરને તેની જીત બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતા.

અત્યાર સુધી લેબર પાર્ટીએ 300થી વધુ સીટો જીતી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર 61 સીટો પર આગળ છે. ચૂંટણી પરિણામો પર પોતાના સંસદીય ક્ષેત્ર રિચમન્ડ અને નોર્ધન એલર્ટનમાં સમર્થકોને સંબોધતા ઋષિ સુનકે કહ્યું, 'હું માફી માંગુ છું અને આ હારની જવાબદારી લઉં છું.' ઋષિ સુનકે કહ્યું કે 'લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તાનું ટ્રાન્સફર થશે.

સુનકે કહ્યું: 'હું ઘણા સારા, મહેનતુ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોની હારની જવાબદારી લઉં છું જેઓ તેમના પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના સમર્પણ છતાં આજે રાત્રે હાર્યાં હતા. હું તેનાથી દુઃખી છું. મેં વડાપ્રધાન તરીકે મારા સો ટકા આપવાનો પ્રયાસ કર્યો. હું હવે લંડન જઈશ, જ્યાં હું વડાપ્રધાન પદ છોડતા પહેલા આજે રાત્રે પરિણામ વિશે વધુ જણાવીશ.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526