ટ્રમ્પ સરકારમાં મૂળ ગુજરાતના કશ્યપ પટેલને મળી શકે છે મોટી જવાબદારી, જાણો સંભવિત મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન

11:12 AM Nov 07, 2024 | gujaratpost

US President Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.તેમની જીતને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી રાજકીય વાપસી તરીકે જોવામાં આવી રહી છે. 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવેલા ટ્રમ્પની જીતે વિશ્વભરના રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. બુધવારે મોડી રાત્રે 'એસોસિએટેડ પ્રેસ' દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રમ્પને 292 અને હેરિસને 224 ઈલેક્ટોરલ કૉલેજ વોટ મળ્યાં છે.  

દરેકની નજર આ ચહેરા પર

ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દા માટેના ટોચના દાવેદારોમાં ટ્રમ્પના મુખ્ય સહાયકો જેમી ડિમોન, સ્કોટ બેસન્ટ અને જ્હોન પોલસનના નામ સૌથી અગ્રણી માનવામાં આવે છે. કશ્યપ 'કશ' પટેલને પણ મોટી જવાબદારી મળી શકે છે. એવી ચર્ચા છે કે ટ્રમ્પ પટેલને અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડા બનાવી શકે છે. તેઓ મૂળ ગુજરાતી છે.

સ્કોટ બેસન્ટને મુખ્ય આર્થિક સલાહકારની જવાબદારી મળી શકે છે. તેમણે યુનિવર્સિટી ઓફ રિચમંડમાંથી બીએની ડિગ્રી અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. સ્કોટ બેસન્ટે ન્યૂયોર્ક સ્થિત ઈનેવેસ્ટમેંટ પાર્ટનરશિપ, સ્ક્વેર કેપિટલ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી.

રિચાર્ડ ગ્રેનેલ ટ્રમ્પના નજીકના વિદેશ નીતિ સલાહકારોમાંના એક છે. તેના વિદેશી નેતાઓ સાથે સારા સંબંધો છે. તે યુક્રેનમાં સ્વાયત્ત પ્રદેશની સ્થાપનાની હિમાયત કરવા માટે ચર્ચામાં હતા, યુક્રેને અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++