ટ્રમ્પ અને ઝેલેન્સકીમાં ગરમાગરમી, આખી દુનિયાએ જોયું લાઈવ- Gujarat Post

10:26 AM Mar 01, 2025 | gujaratpost

રશિયા સાથે યુદ્ધવિરામ મુદ્દે સમજૂતી કરવી પડશેઃ ટ્રમ્પ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ટ્રમ્પ પર ગુ્સ્સે ભરાયા

વોશિંગ્ટન ડીસીઃ વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેની મુલાકાતમાં જોરદાર શાબ્દીક બોલાચાલી થઇ હતી.બંને નેતાઓ વચ્ચેની મુલાકાત ઔપચારિક મુલાકાતથી શરૂ થઈ. જ્યારે આ બંને નેતાઓ એકબીજા સાથે વાત કરી રહ્યાં હતા, ત્યારે આખી દુનિયા, ખાસ કરીને રશિયા અને યુરોપિયન દેશો, તેમની દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યાં હતા. ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની સામાન્ય વાતચીત ઝડપથી ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ ગઈ હતી.

Trending :

આ ચર્ચા દરમિયાન, દુનિયાએ જોયું કે કેવી રીતે એક 'હારેલા' દેશના રાષ્ટ્રપતિ અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ વચ્ચે ટક્કર થઈ. જ્યારે ટ્રમ્પ અને ઝેલેન્સકી વ્હાઇટ હાઉસમાં મળી રહ્યાં હતા, ત્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ ત્યાં હાજર હતા. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ચર્ચા વધી, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ ઝેલેન્સકીને કડક સ્વરમાં સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઝેલેન્સકી કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. તે અટક્યા ન હતા.

શુક્રવારે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચ્યાં, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ પોતાનું વલણ છોડી દેશે અને યુદ્ધનો અંત લાવવા તરફ આગળ વધશે, પરંતુ અહીં વિપરીત થયું. ઝેલેન્સકી કેમેરા સામે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ સાથે ટકરાયા. જ્યારે અમેરિકા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ, ત્યારે ટૂંકી ચર્ચા પછી, ઝેલેન્સકી વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યાં ગયા. ટ્રમ્પે ઝેલેન્સકીનું સ્વાગત કર્યું, પરંતુ જ્યારે તેઓ જતા હતા ત્યારે તેમને વિદાય આપવા ગયા ન હતા. જોકે, આ વિવાદ પછી, વિશ્વના ઘણા દેશો, ખાસ કરીને યુરોપિયન દેશોએ ઝેલેન્સકી અને યુક્રેનને ટેકો આપ્યો છે.

ઝેલેન્કીએ કહ્યું, જો અમેરિકા તેનું સમર્થન પરત લેશે તો રશિયા સામે યુક્રેનની રક્ષા કરવી ખૂબ મુશ્કેલ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ટ્રમ્પની માફી માંગશે. તેના જવાબમાં કહ્યું, ના, હું રાષ્ટ્રપતિનું સન્માન કરું છું. હું અમેરિકાના લોકોનું પણ સન્માન કરું છું પરંતુ મેં કંઈ ખોટું કર્યું નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++