પાટણમાં શાળામાં છેડતીથી કંટાળીને 8મા ધોરણની વિદ્યાર્થીનીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

10:20 AM Sep 20, 2025 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

પાટણઃ સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયની 13 વર્ષની વિદ્યાર્થીનીએ શાળામાં થતી હેરાનગતિથી કંટાળીને ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પીડિત વિદ્યાર્થીનીને તે જ શાળાના એક વિદ્યાર્થી દ્વારા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. બે દિવસ પહેલા આરોપી વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીના હાથ પર બ્લેડથી બે વાર હુમલો કર્યો હતો અને પછી લાઇટરથી તેની આંગળી બાળી નાખી હતી. આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થીનીએ ઘરે ફિનાઈલ પી લીધું હતું. તેના પરિવારે તાત્કાલિક તેને પાટણની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની હાલત ગંભીર છે. 

વાલીઓએ શાળા પ્રશાસનની બેદરકારી પર સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદો છતાં, શાળાએ કોઈ કાર્યવાહી કરી નથી. વાલીઓએ પ્રશ્ન કર્યો છે કે જો તેમના બાળકો શાળામાં પણ સુરક્ષિત ન હોય તો તેઓ ક્યાં જાય. વાલીની ફરિયાદના આધારે પાટણ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી વિદ્યાર્થી પણ સગીર છે અને તેની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++