અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે કચ્છના ઉત્તર ભાગમાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતાને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાતાવરણમાં આગામી 24 કલાકમાં કોઈ મોટો બદલાવ નહીં થાય પરંતુ જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાનમાં ધીરે ધીરે વધારો નોંધાશે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. આજે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સુધી જઇ શકે છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 20થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. આ સાથે મહત્તમ ગતિ 30 રહેવાની શક્યતા છે. અહીં ઉત્તરથી ઉત્તરપશ્ચિમ તરફનો પવન ફૂંકાશે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું થઈ શકે છે. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર જોખમ છે. હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે
બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/