Fact Check: RBI એ જૂની રૂ.500 અને રૂ. 1000 ની નોટો બદલવા માટે નવા નિયમો જારી કર્યા હોવાનો દાવો ખોટો છે

01:43 PM Nov 02, 2025 | gujaratpost

ફેક્ટ ચેકની ટીમે તપાસ કરી તો આ દાવો ખોટો નીકળ્યો 

તમે પણ ખોટી પોસ્ટ વાઇરલ ન કરતા

Fact Check: સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે જૂની રૂ. 500 અને રૂ. 1000 ની નોટો બદલવા માટે નવા નિયમો જારી કર્યા છે. એક ગ્રાફિક પોસ્ટ કરાઇ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનતા પાસે રૂ. 500 અને રૂ.1,000 ની જૂની નોટો બદલવાની છેલ્લી તક છે. RBI એ આ માટે નવા નિયમો જારી કર્યા છે.

Gujaratpostની તપાસમાં જાણવા મળ્યું કે રિઝર્વ બેંકે તાજેતરમાં 500 અને 1,000 ની જૂની નોટો બદલવા માટે કોઈ નિયમો જારી કર્યા નથી. 

વાયરલ દાવો શું છે ?

એક ફેસબુક યુઝરે લખ્યું, જૂની રૂ. 500 અને રૂ. 1000 ની નોટો બદલવાની છેલ્લી તક ! RBI એ નવા નિયમો જારી કર્યા.

તપાસમાં શું જાણવા મળ્યું: વાયરલ દાવાને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો અમને મળ્યાં નથી. રિઝર્વ બેંકે આવી કોઈ સૂચના જારી કરી નથી.

વાયરલ દાવાની પુષ્ટિ કરતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર પણ અમને કોઈ પ્રેસ રિલીઝ- સૂચના મળી નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ નવીનતમ સૂચના 28 ઓક્ટોબર, 2025 ના રોજ જારી કરવામાં આવી હતી.

આમાં, બેંકોમાં ડિપોઝિટ એકાઉન્ટ્સ, લોકર્સ અને સેફ કસ્ટડી વસ્તુઓના નોમિનેશનની પ્રક્રિયા સ્પષ્ટ, સરળ અને ઝડપી બનાવવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વેબસાઇટ પર પણ આ બાબતે કોઈ માહિતી નથી. PIB ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

ભારત સરકારની નોડલ એજન્સી, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ પણ તેની તપાસમાં વાયરલ દાવાને ખોટો જાહેર કર્યો છે.

જુલાઈ 2017 માં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારે જૂની નોટો બદલવા માટે બીજી તક આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++