પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ, હજુ પણ અન્યની શોધખોળ ચાલુંં
અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં તોફાની તત્વોએ ખુલ્લેઆમ રસ્તા વચ્ચે લોકો પર હુમલો કર્યો હતો. આ અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. રસ્તા પર બનેલી આવી ભયાનક ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
શું છે સમગ્ર મામલો ?
વસ્ત્રાલમાં રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક . ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો પોલીસને પૂછી રહ્યાં છે કે આ ગુજરાત છે કે અન્ય કોઈ રાજ્ય ? આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં તોફાની તત્વો રસ્તા પર હાહાકાર મચાવી રહ્યાં છે. અનેક કાર અને વાહનોમાં તોડફોડ કરાઇ છે અને લોકોને માર મારવામાં આવી રહ્યો છે. કારચાલકો પર છરી, પાઈપ અને તલવારોથી હુમલા કર્યા છે.
15 થી 20 લોકોનાં ટોળાએ શાશ્વત-2 સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી, ત્યાર બાદ બદમાશો ફરાર થઇ ગયા હતા. મોડી રાતે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 11 લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/