મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, પોલીસ પર અત્યાચારના લગાવ્યાં આરોપ
મહિલાઓના કપડા ફાટી ગયા હોય તેવા દ્રશ્યો આવ્યાં સામે
ગાંધીનગરઃ પાટનગર આંદોલનનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. આરોગ્યકર્મીઓ બાદ શિક્ષકો પણ કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આજે વ્યાયામ શિક્ષકો વિધાનસભાના ગેટ પાસે ભેગા થયા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને કેટલાક આંદોલન કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જ્યાં મહિલા ઉમેદવારો રડી પડ્યાં હતા અને પોલીસ પર અત્યાચારના આરોપ લગાવ્યાં હતા.
છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી ન થતાં સીપીએડ, બીપીએડ અને એમપીએડ થયેલા વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોએ આંદોલન કર્યું છે. સરકાર દ્વારા ખેલ સહાયકની 11 માસના કરારની યોજના દાખલ કરવામાં આવતાં ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને કાયમી ભરતીની માંગ કરી હતી.
મોટી સંખ્યામાં ઉમેદવારો વિધાનસભાના ગેટ નંબર એક ખાતે ભેગા થયા હતા. ઉમેદવારોની માંગ છે કે કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે.જોકે, તેઓ વિધાનસભાના ગેટ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે આ લોકોની અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસે પણ ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/